કેટલી વખત તમે આ મેસેજ આવેલો છે? કદી કોઈ પણ લોન લીધી નથી અથવા તો તેના માટે રિક્વેસ્ટ પણ નથી કરી તેમ છત્તા પણ?
અત્યારના સમયમાં અને ખાસ તો લોકડાઉન પછી આપણે બધા જ ઈન્ટરનેટ અને વિવિધ એપ્લિકેશન પર આધારિત થઇ ગયા છે. લગભગ કોઈ પણ કામ એવું નથી કે જે ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ન થતું હોય. આ સમયમાં ઘણી એવી એપ્લિકેશન બની ચુકી છે કે જે પૂરી રીતે પારદર્શી નથી તેમજ તેઓ કાયદાકીય કહી શકાય તેવી કામગીરી કરતા નથી.

આવી ઘણી એપ્લિકેશન પર ‘ગૂગલ’એ અત્યારે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરેલી છે.
ગુરુવારે ‘ગૂગલ’એ સેંકડો મોબાઈલ એપ્સ કે જે યુઝર્સને લોન આપે છે તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એવી એપ્સ કે જે યુઝર્સની સેફટી પોલીસીનું ઉલ્લંઘન કરે છે તેમને દૂર કરવામાં આવી.
યુઝર્સ પોતે આવી એપ્સને રિપોર્ટ કરી શકે છે કે જે ઓથોરાઈઝડ નાણાં ધીરનાર નથી, જે ખુજ જ ઊંચા વ્યાજદર પર જોખમી લોન્સ આપે છે અને પૈસાની ઉઘરાણી માટે ખુબ જ દબાણપૂર્વક કાર્યવાહી કરે છે.

સુઝાન ફ્રે કે જે ‘ગૂગલ’ના પ્રોડક્ટ એન્ડ્રોઇડ સિક્યોરિટી અને પ્રાઇવસી ના વાઇસ પ્રેસિડેન્ટ છે તેમણે જણાવ્યું છે કે
અમે યુઝર્સ તેમજ ગવર્નમેન્ટ એજન્સી દ્વારા રિપોર્ટ કરેલી ઇન્ડિયાની સેંકડો એપ્સને રિવ્યુ કરી છે. જે એપ્સ સેફ્ટી પોલીસીનું ઉલ્લંઘન કરતી દેખાઈ તેવી એપ્સને તાત્કાલિક દૂર કરવામાં આવી છે તેમજ બીજી ઘણી આવી એપ્સના ડેવલોપર્સને જણાવવામાં આવ્યું છે કે સાબિત કરે કે તેમની એપ્સ સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરે છે.
સંદર્ભ: The Hindu
સાથે તેમને એમ પણ જણાવ્યું છે કે આવી એપ્સ જો ઉત્તર આપવા સક્ષમ નહિ હોય તેમને આગોતરી નોટિસ વિના જ દૂર કરવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે ગૂગલ કાયદાકીય એજન્સીને તેમની તપાસ કામગીરીમાં પૂરતો સહયોગ આપશે.
નોંધ લેવા જેવું છે કે “તારક મેહતા કે ઊલ્ટા ચશ્મા” ના લેખક અભિષેક મકવાણાએ આ જ પ્રકારની લોન્સની માયાજાળમાં આપઘાત કર્યો હતો અને આ જ પ્રકારના ઘણા કેસ જોવામાં આવ્યા છે.
શું સરકાર અને અન્ય એજન્સી આ બાબતે ગંભીર થઈને કોઈક પગલાં લેશે? કારણ કે, આ ઘટનાઓ બનવાનું કારણ માત્ર અને માત્ર તંત્રની ઉદાસીનતા જ છે. જો કે, સહુથી જરૂરી છે કે તમે આ બાબતે પોતાના મેસેજીસ અને મેઇલ્સને ચેક કરીને ખાસ ધ્યાન રાખતા રહો કે આવું કૈક તમારી સાથે તો નથી થઇ રહ્યું ને? કારણ કે અહીંના જામતારામાં તો ‘સબકા નંબર આયેગા’!!