Technical writers

ટેકનીકલ રાઈટર્સ ની જરૂર કેમ છે?

જયારે પણ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ની કે પ્રોજેક્ટ ની વાત આવે ત્યારે એક તકલીફ ખાસ જોવા મળી છે, ખાસ કરીને ઇન્ડિયામાં. એ છે સોફ્ટવેર એન્જીનીયરીંગની. સોફ્ટવેર એન્જીનીયરીંગ ના કન્સેપ્ટ પર ચાલ્યા વગર જ ડેવલોપમેન્ટ શુરુ કરવામાં આવે છે અને એના કારણે પ્રોજેક્ટની ક્ષમતા પર ઘણી જ ખોટી અસર પડે છે. ન્યુનતમ અને આવશ્યક બાબતોને સોફ્ટવેર સંતોષી શકતું નથી અને અન્ય ઘણી બાબતોમાં સોફ્ટવેર ઉણું ઉતરે છે. એની સહુથી વધુ અસર જોવા મળી છે કે સોફ્ટવેર ને એક સમય આવ્યા પછી ઘણી વખત ધરમૂળથી બદલવાની પ્રક્રિયા આવે છે અને બધું જ કામ ફરી શરુ કરવું પડે છે. આમાં પૈસા તેમજ અમુલ્ય સમય નો ઘણી ખોટી રીતે વ્યય થાય છે. સાથે જ, જયારે નવા મોડ્યુલ બનાવવાની જરૂર પડે છે તે સમયે સોફ્ટવેર ની આખી પ્રોસેસ નો ફલો મેળવવો સહુથી વધુ મુશ્કિલ બની જાય છે. સાથે જ, ટીમ કે ડેવલોપર પોતાના ફલો પરથી એ પણ નથી જાણી શકતી કે તેઓ સાચી દિશામાં જઈ રહ્યા છે કે પછી આગળ કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો તેમને કરી શકવો પડે છે. આ બાબત માં ટેકનીકલ ડોક્યુમેન્ટ્સ ની સહુથી વધારે જરૂર પડે છે.

ઇન્ડીયામાં વાત કરીએ તો ઘણી વખત સાબિત થયું છે કે મોટા ભાગના (90% કરતા પણ વધારે) કમ્પ્યુટર / IT પ્રોફેશનલ્સ પાયાની કે મહત્વની કહી શકાય તેવી સ્કીલ્સ હોતી નથી. જેમાંથી એક છે ટેકનીકલ રાઈટીંગ. ખૂબ જ ઓછી ઓર્ગેનાઈઝેશન્સ પાસે એ પ્રકારના આઈ.ટી. પ્રોફેશનલ્સ હશે જે આ સ્કીલ્સ માં મહારથ ધરાવતા હશે અને ઘણી જ ઓછી ઓર્ગેનાઈઝેશન્સ એવી હશે કે સારા પાયે કામ કરતી હોતી હોવા છત્તા તેમની પાસે ટેકનીકલ રાઈટીંગ માટે કોઈ ડેડીકેટેડ નિષ્ણાત હશે.

પરંતુ જોઈએ તો ટેકનીકલ રાઈટર્સ ઓર્ગેનાઈઝેશનમાં કરે છે શું?

સહુથી મુખ્ય કામ તો છે – ડોક્યુમેન્ટેશન એટલે કે દસ્તાવેજીકરણ. સામાન્ય અને બિનજરૂરી લગતી આ બાબત વાસ્તવમાં અત્યંત આવશ્યક છે. તેના વગરનું ડેવલોપમેન્ટ એટલે કે નકશા કે પાયા વગર જ ઈમારત ચણવી. ટેકનીકલ રાઈટર્સ એવા વ્યક્તિ હોય છે જે સોફ્ટવેરના ટેકનીકલ પાસાઓને ખૂબ જ ધ્યાનમાં લઈને તેને સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં બધા સુધી પહોચાડી શકે.

ટેકનીકલ રાઈટીંગ – મુખ્ય ઉદ્દેશ્ય: કોઈ અડચણ ના આવે તે રીતે ડેવલોપર્સ અને અન્ય ટીમ મેમ્બર્સ પોતાનો ટાર્ગેટ પૂરો કરી શકે. 

એન્ડ-યુઝર (ક્લાયન્ટ) અને ડેવલોપર ને જોડતી અતિમહત્વની કડી.

જે લોકો પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ડીઝાઇન પ્રોસેસ, રીક્વાયરમેન્ટ એનાલીસીસ વગેરે માં યુઝર તરફથી ‘પ્રોક્સી’ પુરાવી શકે છે અને ટીમને જરૂરિયાતો સમજાવવામાં ખાસું માર્ગદર્શન આપે છે. સાથે જ, પોતાના મંતવ્યોથી એ જ પ્રોડક્ટને ક્લાયન્ટ માટે વધુ અસરદાર અને ક્ષતિરહિત બનાવી આપે છે. આ બધી જ બાબતો તે ડોક્યુમેન્ટ માં જોઈ શકાય છે.

નકામી અને કામની ઇન્ફોર્મેશનને અલગ કરવી.

પ્રોજેક્ટ શરુ કરતાં જ ઘણા બધા ખ્યાલ અને શક્યતાઓ દરેકના મગજમાં આવી જાય છે અને જે રિક્વાયરમેન્ટ મળે છે તે બધી જ જરૂરી સમજી કામ શરુ કરવામાં આવે તો આગળ જતા ઘણી જ તકલીફ આવે છે. સહુ થી જરૂરી છે કામની અને નકામી રિક્વાયરમેન્ટને અલગ કરવાનું. અને આ કરીને ટીમના અન્ય મેમ્બર્સને એમના ગોલ પૂરા કરવા તરફ આગળ લઇ જવાનું. Thanks to Technical writers.

ડીલીટીંગ

ઘણી વખત ટેકનીકલ રાઈટીંગ માં સહુથી વધુ કરવું પડતું પાસું છે – ડીલીટીંગ. ક્યારેય પણ કામ શરુ કરીને કે કોડીંગ શરુ કર્યા બાદ તેને બદલવું પડે કે પછી નકામું કે બિનજરૂરી કામ કરી નાખ્યું છે તેવી પરિસ્થિતિ આવે તો ત્યાં સુધી માં ઘણો સમય બગડી ચુક્યો હોય છે. બીજી બાબત માં કહીએ તો – ડેડલાઇન ચુકી જવાની પૂરી શક્યતા. પછી શરુ થાય અમર્યાદિત અને કસમયે કરવામાં આવતું કામ, જેમાં ઘણી વખત ખોટા પાટે ચડી જઈને ધાર્યા કરતા અલગ જ કામ થઇ જવું અને બધું જ કામ કેન્સલ કરીને ફરી કરવા જેવા પ્રસંગો આવે છે. જો આ જ વસ્તુઓ ઓન-પેપર થઇ હોય તો તેમાં ઘણી સરળતા થઇ જાય છે.

અસરદાર હેલ્પ!!

ઓનલાઈન હેલ્પ!! સાચું જોવા જાઓ તો આ પણ એક સ્કીલ છે. માત્ર ઈંટરનેટ આવી જવાથી તમને બધા જ સોલ્યુશન નથી મળી જતા. ચાલો બધા જ જવાબ મળી તો જાય છે ગૂગલ પરથી (because Google is God!! 😉 ) પણ એ બધા જ જવાબોમાંથી સાચો કયો અને કયું સોલ્યુશન આવી રહેલા પ્રોબ્લેમ માટે સાચું છે એ જાણવું સહુથી વધુ જરૂરી છે. આ એક નવી જ સ્કીલ તરફ લઇ જાય છે કે પ્રશ્ન સાચો હતો કે નહિ, કારણ કે એ સ્કીલ પણ સહુથી વધુ જરૂરી છે. ફક્ત ડોક્યુમેન્ટબનાવવું જ નહિ, બીજું ઘણું કામ. આજના જમાના માં માત્ર દસ્તાવેજીકરણ થી જ બધું કામ નથી થઇ જતું. કારણ કે લાંબુ અથવા તો કઈ પણ વાંચે કોણ?? એટલે જ, એમાં યુઝર ગાઈડ, ટ્યુટોરીઅલ વિડીઓઝ, ટ્રેનીંગ, એરર મેસેજીસ ની સમજુતી.. બધું જ આવી જાય છે.

નીચે તમે જોઈ શકશો એક વિડીઓ જે ગૂગલ ઓફીસ નો છે, જ્યાના ટેકનીકલ રાઈટર્સ પોતાનું કામ અને અનુભવ શેર કરે છે.

Leave a Reply

Your email address will not be published.