7 ‘સાચી’ બાબતો, જે તમને કોઈ નહિ કહે

હેપ્પી ન્યુ યર! રાતના બાર વાગ્યા નહિ હોય અને આપણા ‘વ્યવહાર’ પ્રમાણે આખું ગામ હેપી ન્યુ યર ના ફોરવર્ડ મેસેજ, ઈમેજીસ, વિડીઓ, ઉપદેશ સાથે ફોન ને હેંગ કરી દેતા હશે! રોજ સવારે સેંકડો ફાલતું મેસેજીસ ફોનમાં આવીને ડિવાઈસ અને મગજ બંને ને હેંગ કરી જ દે છે ને? 😉 પણ સાચે જ એ વાતોને મનથી માનવાની ઈચ્છા થાય છે? જવાબ તો તમારી જ પાસે છે! સાથે જ, જુનું વર્ષ ગયું, કેટલાય અફસોસ, નેગેટીવીટી સાથે રહી જવાની પોસ્ટ્સ ફેસબુક પર જોવા મળે જ છે. ચાલો તો થોડી એ વાતો જોઈએ જે આપણને ખબર છે, પણ કદી કોઈ કહેતા નથી. ૭ ફોર્મ્યુલા આ વર્ષે અને દરેક વર્ષે મનમાં યાદ રાખવા લાયક, કરવા લાયક અને થોડીક ભૂલથી પણ ન કરવા જેવી બાબતો!

1. WhatsAppના ઉપદેશો અને ગુડ મોર્નિંગ.. મોર્નિંગ ને ગુડ બનાવે છે ખરી?

From Jab We Met | Shree Ashtavinayak Cine Vision
From Jab We Met | Shree Ashtavinayak Cine Vision

પહેલી જ વાત, સવાર પડતાની સાથે જે શરુ થઇ જાય છે એ વ્હોટસએપ મેસેજની ‘સર્જીકલ સ્ટ્રાઈક’! એક સર્વે છે કે, ૬૦ ટકા યુવાનો તેમના સંબંધીઓને ફેસબુક પર બ્લોક રાખે છે. કારણ શું હશે? તમે પોતે જ કહો, દરેકના કોન્ટેક્ટમાં/ગ્રુપમાં એવા વ્યક્તિઓ હશે જ, જે આવા ફાલતું મેસેજના મારા કરતા હશે! એમના વિષે તમારા મનમાં શું અભિપ્રાય છે?
હવે બીજો પ્રશ્ન, શું તમે પણ ઈચ્છો છો લોકો તમારા વિષે એ જ વિચારે જે તમે એમના વિષે વિચારો છો? Think about it..

2. નસીબમાં હશે તો મળશે.. (નહિ હોય તો નહિ મળે??)

Mary Kom | Viacom18 | Snjay Leela Bhansali
Mary Kom | Viacom18 | Sanjay Leela Bhansali

“નસીબવાળાને હમેશા એટલું જ મળે છે, જેટલું મહેનત કરવાવાળો છોડી દે છે”  કલામ સાહેબ, જે દરેક યુવાનોના આદર્શ છે તેમનું આ બ્રહ્મવાક્ય સાચો ઉપદેશ આપે છે. આપણા ત્યાની કાયર માનસિકતા હમેશા લોકોને પ્રારબ્ધવાદી બનાવે છે. કશું જ જાતે થતું નથી, એના માટે મહેનત કરવી જ પડે છે, એની પાછળ પડવું જ પડે છે અને તેના વગર સફળતા નહિ મળે. તો, અત્યારે મનમાં કઈ છે જે જોઈએ છે? જેને મેળવી લેવાની ઈચ્છા છે? Then, Just Do it..

3. જૂની વાતો ભૂલી જવી જોઈએ.. પણ સાચે જ?

From Zindagi na milegi Dobara | Excel Entertainment
From Zindagi na milegi Dobara | Excel Entertainment

“નવું વર્ષ શરુ થયું એટલે જુનું ભૂલી જવાનું હોય..” સહુથી સામાન્ય બાબત હમેશા સંભાળવા મળે, પણ શું આ સાચું છે? એક રીતે જોવા જઈએ તો હા, આગળ હમેશા વધવું જોઈએ. નવું વર્ષ છે. 12 નવા ચેપ્ટર્સ, ૩૬૫ નવી કહાનીઓ બનાવી શકો છો. પણ, જો તમારો કોઈ પાસ્ટ છે, જે હજી મનમાં ડંખે છે, કદાચ ક્યાંક કઈ બાકી રહી ગયું છે તો સહુથી વધુ જરૂરી છે કે એને પૂરું કરો. અવગણીને ભાગવું એ કાયરતાની નિશાની છે. જો કોઈ વાત અધૂરી રહી જાય તો આખી જીંદગી એનો અફસોસ રહે છે. જૂની વાત પૂરી કર્યા વગર આગળ કદી વધાતું નથી, તો હમેશા ‘આગળ વધો અને જુનું ભૂલો’ના ઉપદેશ વિચાર્યા વિના ફોલો કરવાના બદલે બહેતર છે એક વખત એક ચાન્સ લો, એ વાતને એક વખત ખતમ કરો, જોઈ લો કશું બાકી તો નથી રહી ગયું ને કે પછી તે પાસ્ટ આગળ આવીને ઉભો તો નહિ રહે ને? એના વિના કદી આગળ ન વધાય. અને જે વ્યક્તિ પોતાનો પાસ્ટ ભૂલે છે, તેનું ભવિષ્ય બગડી જાય છે.

4. સમય બધું જ ઠીક કરી નાખશે (કે બરબાદ કરી દેશે?)

Namastey London | Blockbuster Entertainment
Namastey London | Blockbuster Entertainment

લોકો તમને હમેશા કહેશે, થોડો સમય આપશો બધું ઠીક થઇ જશે. જવાબ ખોટો છે. સમય… બધાને સરખો મળેલો છે. જયારે કશું કર્યા વગર બેસીએ તો એ સમયને બરબાદ કરીએ છીએ. ચોખ્ખી વાત, અત્યારે તમને જે સમય મળ્યો છે એ પાછો આવશે નહિ. હમેશા  સમય કોઈના માટે નથી રોકાતો. ઉમર હમેશા વધે જ છે, કદી રોકાતી કે ઘટતી નથી. અત્યારે મળેલો સમય એક ભેટ છે, એટલે તો એને ‘પ્રેઝન્ટ’ કહેવાય છે! તેને બરબાદ ન કરો! કશું કર્યા વગર જયારે ભવિષ્યમાં પાછું ફરીને આજના સમયની તમારી જાતને યાદ કરો તો અફસોસ ન થવો જોઈએ! Time will heal everything માં માનીને બેસનારા માટે સમય જેલવાસ થી કમ નથી હોતો. તો અત્યારે જ, જે છે એ સમયનો ઉપયોગ કરો, નહીતર કહેશો કે “કાશ! હજી થોડો વધારે સમય હોત!”

5. બધું ભૂલીને જે છે એમાં એન્જોય કરો – Thanks, but No thanks

Dear Zindagi | Dharma Productions | Red Chilies Entertainment
Dear Zindagi | Dharma Productions | Red Chilies Entertainment

જયારે તકલીફમાં હો અને કોઈ આવીને કહે કે ચાલે રાખે, ઇન્જોય કરો! પોતાની જાતને પૂછો, એ વખતે કેવું લાગે છે? એ વખતે કોઈ ઇન્જોય કરી શકે એ હાલતમાં હોય જ નહિ. So, it is OK to not to be OK. માણસ છીએ, એટલે જ તો તકલીફ થાય, દુઃખ થાય, તેમાં કઈ ખોટું નથી. એ વખતે એન્જોય ન કરી શકાય. હોય કોઈ દોસ્ત, કોઈ સાથીદાર હોય એની સાથે સમય પસાર કરી, વાત કરી રહેવું જોઈએ. પોતાની જાતને ખુલીને આગળ આવા દેવી જોઈએ! દબાઈને, ખુશ દેખાઈને રહેવાથી કોઈ જવાબ નથી મળતો, નથી કોઈ ફાયદો થતો. ભલે દુનિયામાં બધું જ સરસ દેખાય, તમે ઠીક નથી તો પછી એ ઠીક નથી.

6. તમે કોઈનું ખરાબ નથી કર્યું, તો તમારું પણ કઈ ખરાબ નહિ થાય? (પોતાને જ પૂછો)

Game of Thrones | HBO
Game of Thrones | HBO

કેટલી વખત એવું થયું છે, પોતાની સાથે કે જાણીતા-ઓળખીતા બીજાની સાથે, જેમના કોઈ વાંક ન હોવા છત્તા ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે? તેમ છતા, મળશે હમેશા એવા લોકો જે કહેશે કે તમે કોઈનું ખરાબ નથી કર્યું તો તમારું પણ કઈ ખરાબ નહિ થાય. તમે શાકાહારી છો એનો મતલબ એં નહિ સામે ઉભેલો ભૂખ્યો વાઘ તમને ન ખાઈ શકે! તમે સારા છો તો કઈ ખરાબ નહિ થાય એં માનવું મુર્ખામી ગણાશે! Life is not a fairy tale.

7. સહુથી મહત્વનું શું છે? સક્સેસ? કેરિયર? કે…

Paul Walker quote
Paul Walker quote

ઘણી વખત કન્ફયુઝ થઇ જવાય છે, લાઈફની પ્રાયોરીટી માં! કઈ વસ્તુ પહેલા? કઈ પછી? કોને કેટલું મહત્વ આપવું? કોને કેટલું પાછળ રાખવું? વેલ, જેમ દરેક તાળાની ચાવી અલગ હોય, એં દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ હોય. જો મન્ડે મોર્નિંગ ન ગમતી હોય તો જોબ બદલો અને સન્ડે ન ગમે તો દોસ્ત! સાંભળો બધાનું, કરો ખુદનું. પૈસા એટલા કમાવી લેવા જોઈએ, કે કાલે કોઈ તકલીફ આવે તો પહોંચી વળાય. ઘરની, પરિવારની જરૂરિયાત પૂરી થાય. અને સહુથી વધુ, આપણી આસપાસ જે છે, જે આપણી જીંદગીમાં સહુથી મહત્વના છે, એ બધાય ખુશ રહે! બસ, પછી જે કઈ પણ મળે, એ નફામાં જ છે!

So, Live it today..
Tomorrow is not promised!!

Leave a Reply

Your email address will not be published.