જયારે કોઈ નવો ચીલો ચિતરાવાનો સમય શરુ થાય ત્યારે શરૂઆત કરનાર વ્યક્તિ કે ઘટના યાદગાર રહી જાય છે. ‘કેવી રીતે જઈશ?’ આ જ રીતે એક માઈલસ્ટોન બની ગયો છે! હિન્દી ફિલ્મ ઈતિહાસને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક શોલે પહેલા અને બીજો શોલે પછી! વાત ખોટી નથી! એ જ રીતે, ગુજરાતી ફિલ્મ ઈતિહાસને પણ, આ જ રીતે બેશક ‘કેવી રીતે જઈશ?’ પહેલા અને પછીના સમયગાળામાં વહેંચવામાં આવે છે. નવી પ્રકારની ગુજરાતી ફિલ્મોનો શુભ આરંભ કરનારા Cineman Productionની જ આ ફિલ્મ છે, Traveling Circus પ્રોડક્શન સાથે. હવે એ જરૂરી નથી કે તેમે એ પહેલી ફિલ્મ કે ઘટના જ બનો, કોઈ મોટી સફળતા મેળવવા માટે. પોતાનું કામ સારી રીતે કરી આઉટપુટ આપો એ પણ સફળતા જ છે. રાજશ્રી કે કારણ જોહર(ધર્મા) જેવા પ્રોડક્શનની ફિલ્મ હોય તે પ્રકારની ફિલ્મ હવે મળી છે. દુનિયાના સહુથી વધુ ધનાઢ્યોમાં ગુજરાતીઓનું નામ હોવા છત્તા ગુજરાતી ફિલ્મોના નિર્માણની વાત આવે ત્યારે હમેશા પૈસા ખૂબ જ મોટું ફેક્ટર રહે છે. જોકે હવે આમાં થોડો ફરક જોવા મળી રહ્યો છે, સારી બાબત છે.’શુભ આરંભ’, નામ કહે છે એને સાર્થક કરે છે ફિલ્મની શરૂઆત!! આમ સેહવાગની જેમ તમે પહેલા જ બોલે ચોગ્ગો મારી દો, તો પબ્લિક પછી મેચ પતે ત્યાં સુધી બેસવા જ નહિ, પૂરી રીતે એન્જોય કરવા તૈયાર થઇ જાય! જોઈ લો ગીત નીચે!
[youtube https://www.youtube.com/watch?v=7-7udB2Xoh8]
સ્વાનંદ કિરકિરે જેવા ઘડાયેલા અને ઘૂંટાયેલા ગળાના અવાજને સાજે એવા શબ્દો ચિંતન નાયકે લખ્યા છે. ઋષિ વકીલના સંગીતમાં પણ, બધા જ વાદ્યોનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. આરોહ-અવરોહને શબ્દો અને સમય પ્રમાણે બરોબર વાપર્યા છે! સિનેમેટોગ્રાફી સરસ! ખૂબસૂરત અમદાવાદને ખૂબસૂરત રીતે દેખાડ્યું છે! કબીર ખાન બજરંગી ભાઈજાનમાં કાશ્મીર સાથે જે કરી શકે એ અમદાવાદ સાથે પણ થઇ શકે છે! ૧૦/૧૦ આપવા પડે!
પોળના દ્રશ્યો હોય કે સીદી સૈયદની જાળી, સાથે જ દીક્ષા જોષીનો નેચરલ અભિનય! ખૂબ જ સરસ. પહેલી જ મીનીટોમાં દર્શક સિચ્યુએશન અને પાત્રો સાથે જોડાઈ જાય એ રીતે સંગીતનો અને ગીત નો પરફેક્ટ ઉપયોગ કર્યો છે! ફક્ત સાઉથની ફિલ્મવાળા જ સારો કન્સેપ્ટ લાવે છે અને એમનું કમ સારું હોય છે એવી શેખી બક્નારા ગુજરાતી ફિલ્મોના આવા પ્રયાસ ને ધ્યાનમાં રાખે તો સારું છે!
દીક્ષા જોષી, રિદ્ધિમાના રોલમાં પહેલી જ ફ્રેમ થી જામે છે. એક અપરણિત, યુવા મેરેજ કાઉન્સેલરનું પાત્ર તથા એક ઈમાનદાર, સાફ હૃદયની યુવતીનું પાત્ર, ઈમોશન્સ સાથે પહેલા જ સીનમાં દેખાડ્યું છે. છેક સુધી સ્ટોરીની જરૂરિયાત પ્રમાણે રેંજ આપીને એક પરફેક્ટ એક્ટ્રેસ ની ઓળખાણ આપે છે. કદાચ આ પાત્ર કોઈ બીજું આટલી સારી રીતે ન ભજવી શક્યું હોત.
ભરત ચાવડા, NRI યુવકના રોલમાં પરફેક્ટ!! આર્કિટેક્ટ (આપણા ત્યાં તો કડિયા જ કે’વાય ને!! 😉 😀 )! શરૂઆતમાં વાર્તાની માંગ પ્રમાણે ટીપીકલ NRI ના રોલમાં, જે ઇમ્પ્રેશન આપવી જોઈએ એ આપે છે. પણ પછી, જે અધીરાઈ, ઈમોશન્સ પાત્ર પ્રમાણે આંખોમાં અને બોડી લેન્ગ્વેજમાં દેખાવા જોઈએ એ મળી રહે છે.
હર્ષ છાયા. કેટલા વર્ષોથી કોઈ પણ પ્રકારના રોલ, કંપની હોય કે લગા ચુનરી મેં દાગ, પોઝીટીવ હોય કે લંપટ પ્રકારના રોલ, આરોહણ જેવી સીરીયલ હોય જેમાં કડક નેવી ઓફિસરના રોલને ખૂબ જ સરસ રીતે ભજવ્યો હતો. કોઈ પણ રોલને પોઝીટીવ રીતે ભજવવાની ક્ષમતા તથા આરામથી ગ્રે શેડેડ કેરેક્ટરને બખૂબી નિભાવવાની એમની આવડત છે. કમનસીબે ખૂબ જ ઓછા સંપૂર્ણ પોઝીટીવ કેરેક્ટર એમને ભજવવા મળ્યા છે, અહિયાં રીતસરનો સપાટો બોલાવી દીધો છે. નાનાનાના સીનમાં પણ, માત્ર એક ફ્રેમમાં પણ ચમકારા દેખાડી દે છે! ટીપીકલ હર્ષ છાયા!
પ્રાચી શાહ પંડ્યા, બીજું ખૂબ જ જાણીતું નામ ઇન્ડિયન ટેલિવિઝનનું. હવે અમારી જનરેશનના લોકો જોઈ શકે એવી સીરીયલ હવે ઇન્ડિયામાં તો બનતી નથી. એટલે એમનું કામ બહુ જોયું નથી, પણ એક ઉત્કૃષ્ટ અભિનેત્રી છે અને અહિયાં હજી પણ સાબિત કરે છે. સારી બાબત છે, કે બધા કલાકારોએ પહેલા જ સીનથી પોતાની એક્ટિંગ એબિલીટી અને પાત્રની ઓળખાણ દર્શાવી દીધી છે. જેથી ફલો સરસ બની રહે છે. દરેક સીનમાં તેમની અને હર્ષની કેમિસ્ટ્રી ખૂબ જ સરસ દેખાય છે. નાના નાના સીન્સમાં, એક્ષ્પ્રેશન્સ થી બધું જ દેખાડી દે છે! ઘણી વખત ડાયલોગની જરૂર પણ પડતી નથી! ગ્રેટ!
કમનસીબી હતી, કે આ બંને પાત્રોને એટલી સારી લેન્થ અને પાવરફુલ સીન્સ ન મળ્યા. નહીતર ફિલ્મ ખાસી હદે અસરદાર થઇ શકે તેમ હતી.
પ્રશાંત બારોટ, સુરેશભાઈ તરીકે અને હર્ષા ભાવસાર લતાબેન ના રોલમાં ૧૦૦% પરફેક્ટ!! હવે આ એક કમનસીબી રહે મલ્ટીસ્ટારર ફિલ્મોમાં, કે બધા પાત્રોને લેન્થ કે વેઇટેજ ન આપી શકાય! પણ, પોતાને મળેલા બધા જ સીન્સ માં ૧૦૦% પરફોર્મન્સ! ટીપીકલ ગુજ્જુ મમ્મી અને પપ્પા ના રોલમાં, થોડાક જ સીન્સ, પણ તેમાં ઈમોશનલ ચેન્જીસ!! જોરદાર! પ્રશાંતભાઈના શરૂઆતના સીન્સ હોય, ટીપીકલ કન્ફ્યુંસિંગ, ગુસ્સો, હેતાળ, ભાવુક સીન કે પછી સૌમ્ય જોષી ના શેર ને સવાશેર કહેવાવાળો સીન! બધામાં બેસ્ટ! નાનું પાત્ર પણ એમાં પણ રોમેન્ટિક છાંટ દેખાડવાનો નાનો ડ્રામા સરસ!!
હર્ષાબેન, પાકી પોળની ગુજરાતી મમ્મી! છોકરીને જોવા NRI આવવાના છે, એમાં આખી પોળને ઢંઢેરો પીટીને કહે, ત્યારે દીકરાને પણ કહી દે ‘તું તારું કરને..’ જે એનો ખુદનો પંચ હોય છે! એ સિવાય પણ આખી ફિલ્મમાં ખૂબસૂરત પરફોર્મન્સ!
આર્જવ ત્રિવેદી! ભાઈ ભાઈ!! ભાઈ અહિયાં છે!! ફિલ્મની સહુથી જ પાવરફુલ બાબત! આર્જવનો રોલ, સાથે જ ઈમરાનનો રોલ! તેમની કેમિસ્ટ્રી, પોળની લિંગો, મુસ્લિમ ગુજરાતી!! ઉનકા કામ બોલે તો, ડન હૈગા!! બંને ના રોલમાં એક્સેન્ટ ચેન્જ કાર્ય છે અને રીસર્ચ કરીને નેચરલ રાખ્યું છે જબરદસ્ત! આર્જવ! સતત બે ફિલ્મ માં બે અલગ જ પ્રકારના રોલ કર્યા છે. આમ તો, ભલે જૂની હિન્દી ફિલ્મો હોય, સાઉથની ફિલ્મો હોય, એમાં કોમેડિયન બને ત્યાં સુધી શોભાના ગાંઠિયા જેવા હોય છે. વાર્તાના ફલો કરતા સાવ જ અલગ ચાલતો લાલા (ઓયે!! હાર્દિક નહિ કે’વાનું!! 😉 )નો ટ્રેક જરાય નકામો કે એવો લાગતો નથી. છેલ્લો દિવસમાં સેમ એક્ષ્પ્રેશન રાખતા આર્જવે આ વખતે પૂરી રેંજ દેખાડી છે! મારા મતે ઓવર ધ ટોપ!! Hero of the film!!
વાર્તા ખુબ જ સારી છે, કન્સેપ્ટ સારો છે. પીક્ચારીઝેશન સરસ! સિનેમેટોગ્રાફી બેનમૂન. આની પહેલા ‘મિશન મમ્મી’ જોઈ, એની અંદર જે થોડીક વસ્તુઓ મિસ થતી લાગી એ અહિયાં ખૂબ જ સરસ છે. પણ, સ્ક્રીનપ્લેમાં ખાસો ‘લોડ’ પડી ગયો! શરૂઆત ખુબ જ સરસ મળે છે, બધા જ કેરેક્ટર અને એક્ટર પરફેક્ટ છે એવો આભાસ શરૂઆતમાં જ થઇ જાય છે, સ્ટોરી સરસ ઝડપ મેળવે છે, પહેલા રોમેન્ટિક સોંગ સુધી બધું જ સરસ છે. ગીત પણ બહુ જ સરસ છે. બસ, ત્યાર પછી અચાનક જ ઘણું ઢીલું પાડવા માંડે છે! આર્કિટેક્ટ જે ડ્રો કરે છે, સરસ સિચ્યુએશન, પહેલી મુલાકાતનો સીન, આપણી ટીપીકલ તકલીફો, બધું જ સરસ. લાલા અને રિદ્ધિ ની કેમિસ્ટ્રી, તેમના પરિવારની કેમિસ્ટ્રી સામે હર્ષ છાયાના પરિવારની કેમિસ્ટ્રી, બહુ જ સરસ. ત્યાં સુધી રસ જાળવી રાખે છે, પણ પ્રીડીકટેબલ હોવા છત્તા એને ખોટી ધીમી પાડી દીધી છે. સમય ઘણા એવા સીન્સ માં બગડ્યો છે જેને બદલે બધા જ બળુકા કલાકારોને લઈને બીજા સીન્સ બનાવી શકતા હોત! રોમેન્ટિક ટ્રેક પછી અચાનક જ હિન્દી સીરીયલના મેલોડ્રામા ની જેમ ચીન્ગમ ચાવતા હોય તેવું લાગે છે.
હર્ષ અને પ્રાચીના ફ્લેશબેક ની કવિતાઓ અફલાતૂન છે! પણ પહેલા ફલેશબેકમાં જે રીતે સાહિત્ય પરિષદનો ઉપયોગ કર્યો છે (આ પણ નવી પેઢીને ઘણું આકર્ષી શકે છે, ઘણાને ખબર નથી આ ક્યાં આવ્યું?!) એ જ રીતે બેકગ્રાઉન્ડ મ્યુઝીક કાચું પડે છે. શુભારંભ ના ટાઈટલ સોંગ ની જેમ, ગીત ને અનુરૂપ નથી. થોડુક લાઉડ અને અસ્તવ્યસ્ત જેમ હતું, જોકે બીજા ફ્લેશબેક માં અને ગીતો માં ઘણું જ સરસ! ઓવરઓલ, સ્ક્રીનપ્લે અને સંગીત મધ્યમ હતા.
હર્ષ અને પ્રાચીને, મેરેજ કાઉન્સીલર તરીકે ખાલી એક જ સીનમાં દેખાડેલી રિધ્ધિના સાથેના સેશન્સ વગેરેનો ટ્રેક હોત તો ઘણી મજા આવી જાત અથવા તો તેમનો ટીપીકલ રોમેન્સ નેચરલ રીતે દેખાડ્યો હોત તો પણ, પણ એમાં લંબાઈ ખાસી ઓછી હતી. અંતમાં આવતા ગીતો અને ટ્રેક ખાસા સારા છે. ‘બે યાર’ની જેમ, જે પેલા સીન્સ કેન્ટીન માં હતા, જબરદસ્ત! તેવું અસરદાર પરફોર્મન્સ સાથે કલાઇમેકસ હોત તો મજા આવત.
રિયાલીસ્ટીક કન્સેપ્ટ લઈને બનાવેલી ફિલ્મનો કલાઇમેકસ ખાસો અનરિયાલીસ્ટીક લાગ્યો. અતિશય મેલોડ્રામા.
પણ, આપણી ગુજરાતી ફિલ્મ અને સમાજ ખાસો ‘ટોલરેન્ટ’ છે, એ બધી જ ફિલ્મો માં દેખાય છે. લવર્સને પરેશાન કરતા પોલીસ, અમદાવાદમાં ડ્રીંક લેવું, બધી જ વસ્તુઓને નેચરલી દેખાડી છે. ગ્રેટ! ચાલો, રીચ પારિવારિક ફિલ્મોનો સારો શુભ આરંભ થયો છે.
ફિલ્મનો બેસ્ટ ડાયલોગ:
“મારું નામ હાર્દિક, પણ બધા લાલાભાઈ તરીકે જ બોલાવે! (સાલું આંદોલનો ને નખરા કોઈક કરે અને નામ અહિયાં આપડું બગડે!!) ” પહેલી વખત જોયું કોઈક પોતાના અસલી નામથી તકલીફ અનુભવે અને ‘લાલા’ જેવા ઘરના નામથી ઓળખાવાનો ટ્રાય કરે!! સાચે જ, જોઈએ હવે કેટલા માતાપિતા પોતાના બાળકનું નામ હાર્દિક રાખે છે!!