અખાડાની દીવાલ પર લખેલું कोई भी बलिदान देश से बड़ा नहीं होता
સાથે જ બેકગ્રાઉન્ડમાં.. ભેડ કી હાહાકાર કે બદલે શેર કી એક દહાડ!!
આમ પહેલી જ મીનીટમાં તમારા રૂવાંડા ઉભા થઇ જાય, લોહીમાં ઉકાળ આવી જાય, એક જ ફ્રેમમાં પહેલવાનોની આંખમાં જોઇને દેખાઈ આવે કે ભાઈ આવું અભિમાન કમાયેલું છે!! સમ્માન કમાવા માટે ક્યાય કોઈની સામે માંગવા જવું નથી પડતું बन्दे की मेहनत को किस्मत का सादर परणाम है!! ગેરંટી સાથે છાતી ઠોકીને કહું કે આ જ બધું ૨૦ વર્ષ પહેલા બતાવ્યું હોત તો આજે WWE પાછળ કોઈ ન ભાગતું હોત!! નવી પેઢીને ખોટી ગાળ ન આપવાની હોય!! સાથે જ બોલીવુડ જેટલી મેહનત બીજી કોઈ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટરીમાં જોવા મળતી નથી. એનું બીજું ઉદાહરણ. હરયાણવી એક્સેન્ટ, વેશભૂષા, પાત્રાલેખન, પરફેક્ટ! અને સાથે જ, કુશ્તીની ડીટેલિંગ! બધા જ નિયમ, દાવપેચ, બોડી લેન્ગવેજ અને મહત્વની બાબત, મેટ પરની ટ્રેનીંગ! બધાને લાગશે અને ફિલ્મની જેમ જવાબ પણ આવશે “ગાદલા તો ગાદલા હોય, હવે મેટ-બેટ વળી શું લાવવાનું?” આ જ ગંદી માનસિકતાને લીધે એક જમાનામાં હિટલરની સામે પણ જર્મનીને એના જ ઘરમાં ધોબીપછાડ આપનારી ભારતીય હોકી ક્યાં થી ક્યાં પહોંચી ગઈ એ ઈતિહાસ પણ યાદ નહિ હોય કોઈને!! આ બાબતો સામાન્ય ન હોય!

કોઈ પણ વસ્તુ પર ફિલ્મ બનાવો, તો તેનો આત્મા ફિલ્મમાં દેખાવો જોઈએ… કુશ્તી, પહેલવાન, હરિયાણા… બધું જ એ ફિલ્મનો ભાગ છે. કુશ્તીનું વાતાવરણ કુશ્તીમાં હોય તેવું જ હોવું જોઈએ, પહેલવાનનું શરીર, ભલે આમીરખાન એક સરકારી કર્મચારી બતાવ્યો છે પણ શર્ટ કાઢે ત્યારે તરત જ પહેલવાન દેખાઈ આવે! આમ શાંત લાગે, પણ ચહેરા પર ‘એટીટ્યુડ’ દેખાઈ આવે! ભાષામાં હરિયાણવી રૂઆબ! આ બધામાં મહેનત દેખાઈ આવે છે.


જરાય માન્યમાં ના આવે તેવો બાપ અને દીકરી વચ્ચે કુશ્તી!! દંગલ!! થથરાવી દે તેવો સીન! એકે એક ફ્રેમમાં બંને બાપ દીકરીના એક્ષ્પ્રેશન! અભિમાન, ગર્વ, તાકાત, હતાશા, ગુસ્સો, હાર અને અપમાનના કડવા ઘૂંટ, ગમે તે કરીને જીતવાની જીદ! ભારતીય ફિલ્મ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ સીનમાંથી એક!! રાષ્ટ્રગીતનો અદ્ભુત પ્રયોગ! સિનેમેટોગ્રાફી, સંવાદ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ગીત, કથા-પટકથા બધામાં ૧૦ માં થી ૮ કે ૯ આપવા પડે! ફિલ્મની દ્રષ્ટિએ જોવા જાવ તો Hall of Fame માં મુકવી પડે તેવી ફિલ્મ! હજી બાકી હોય તો ભૂલથી પણ ન ચૂકાય!
પણ, ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે આ દંગલ ખાલી કુશ્તીમાં પ્રતિસ્પર્ધી સામે નથી, પણ સમાજ સાથે છે. એ મોટું દંગલ છે!!
माँ के पेटसे मरघट तक है तेरी कहानी पग पग!! યેસ્સ!! જનમ પહેલાથી અને મર્યા પછી પણ
ઇન્ડિયાની કોઈ પણ સ્પોર્ટસ પર બનેલી ફિલ્મની વાત કરીએ તો એક વાત અંદર જરૂર આવે, જોબ સિક્યોરીટી અને પોલીટીક્સ, રમતની રાજરમત. દેશનો એક હોનહાર ખેલરત્ન નોકરીની માયાજાળમાં ફસાઈને રહી જાય અને ગમે તેવો તાકાતવર પણ ‘બિચારો’ લાગે એ આપણી પ્રથા, રીવાજ બની ગયા છે! અને આ બાબત પર ગર્વ લેનારા પણ ઘણા હશે!! એ દિવસ આવશે ખરી કે સ્પોર્ટ્સ ની કોઈ પણ બાબત કે કહાણી આ વાત સિવાય કહેવાશે? આઝાદીના ૭૦ વર્ષ થયા પછી પણ આ જ હાલત છે. અને અહિયાં વાત પૂરી નથી થતી, ખેલ કબડ્ડી, હોકી અને ફૂટબોલ અને બેડમિન્ટન લીગ શરુ કરી ખેલાડીઓને પ્રોત્સાહન મળે સાથે પૈસા પણ મળે એવી વ્યવસ્થા સામે ફેડરેશન પોતે હવનમાં હાડકા નાખે! અરે પૈસા કમાય તો પ્રોબ્લેમ, ના કમાય તો પ્રોબ્લેમ! કોઈ વ્યક્તિ મહેનત કરીને, દેશ માટે રમીને સાથે પૈસા કમાય તેમાં લોકોને પેટમાં તેલ કેમ રેડાય છે? વાતો શરુ થઇ જાય છે! એ જ આગળનો પ્રોબ્લેમ!! લોગ ક્યાં કહેંગે?
છોકરો તો જોઈએ જ! “અરે હું કહું એં કરવાનું”, “અરે મારી વાત ના માની”, “કાળી ગાયને લાડુ ખવડાવાથી (તમને) છોકરો થાય” (બાયોલોજીની કઈ બુક માં આ લખ્યું છે??!! POGO જોનારા છોકરાને પણ ખબર પડે આમાં 😉 )
જુગાર જો સફળ થાય તો ક્રેડીટ લેવા આખુંય ગામ પહોંચે ને ધાર્યું પરિણામ ન મળે તો બૈરા ઘૂંઘટમાં મો સંતાડી અને મુછાળા મરદ આડો હાથ રાખી ઓલ્યા બિચારાના વાંક કાઢે! આજેય આ થાય છે અને પાછા સવાલ પુછાય કે ઇન્ડિયા આટલું પાછળ કેમ? જનાબ, હમારા કલ્ચર હી યહી હૈ!! ગામવાળાઓની તો આ ડ્યુટી (નૈતિક ફરજ, યુનો?) છે. “ઉસકી ઔરત કા કસૂર હૈ, છોરા દે દેતી તો અચ્છા હોતા” જેવા અર્થહીન અને વાહિયાત કારણ આપીને ઠાવકા બનતી આપણી જનતા જરા બોલતા પહેલા વિચારે તો પણ ઘણું છે!
તો માણસે કરવાનું શું??
ठोस मजबूत भरोसा, अपने सपनो पे करना
जितने मुंह उतनी बातें, गौर कितनो पे करना
आज लोगों की बारी,जो कहें केह लेने दे
तेरा भी दिन आएगा..
उस दिन हिसाब चूका के रहना |
अरे भेड़ की हाहाकार के बदले
शेर की एक दहाड़ है प्यारे!!
धड़कने छाती में, जब दुबक जाती हैं
पीठ थपथपा, उनको फिर जगा, बात बन जाती है
बावले हाथी सी, हर चुनौती है रे
सामने खड़ी, घूर के बड़ी, आँख दिखलाती है
तो आँख से उसकी आँख मिला के भीड़ जाने का नाम है प्यारे
दंगल दंगल

થોડીક વાત એમ પણ થઇ છે, કે પિતા પોતાની મહત્વાકાંક્ષા બાળકો પર નાખે તેવું ફિલ્મ માં દેખાડયું છે. આમીર એની જૂની કિલ્મ ના બોધપાઠ ભૂલી ગયો કે? પણ આ વાત તો ફિલ્મ માં જ આવી! આમાં કોઈ પોતાની મહત્વાકાંક્ષા નથી નાખી. પહેલા ખબર પડી છે કે છોકરીઓ અંદરથી કુશ્તેબાજ છે, પછી તેમને ટ્રેનીંગ અપાય છે! સાથે જ એક સંવાદ બધું જ કહી દે છે “मैं एक वक़्त पर गुरु बन सकता हूँ या बाप” તો એ પહેલવાની કરાવવાનો નિર્ણય માત્ર એક પિતાનો નહોતો, એક કુશ્તીબાજ, એક નિષ્ણાતનો હતો. અહિયાં કોઈ જબરદસ્તી નહોતી.અને સાથે જ જવાબ લગ્નમાં બેઠેલી એક છોકરી આપે છે. આખા ગામની, કસ્બાની, સમાજની, દેશની બધી જ છોકરીઓની તકલીફ એ પોતાની તકલીફમાં રડીને આપે છે. અને અંતમાં આમીર પણ દીકરીને કહે છે કે જીતીશ તો તું એકલી નહિ જીતે, તારા જેવી દેશની લાખો છોકરીઓ જીતશે! હજી દરેક ફિલ્મમાં આપણને આ બતાવવું પડે છે. વાત ગર્વની છે કે શરમની?

“मेडलिस्ट पेड़ पे नहीं उगते, उन्हें बनाना पड़ता है, मेहनत से, लगन से, प्यार से” સામાન્ય લાગતો સંવાદ અતિશય ચોટદાર છે! કેટલા લોકો પ્રેમથી વાત સમજાવી શકે છે અને આવા શબ્દ વાપરવાની તાકાત પણ રાખે? મોટીવેશન વગર એક્સપેકટેશન ન રખાય. પ્રેમ વગર સન્માન ન મળે! સહુથી મહત્વની બાબતને કેટલી આસાનીથી નજરઅંદાજ કરાય છે! આ જ રીતે આજ સુધી કોઈ પણ બાબતને ગંભીરતાથી લઈને ઈનપુટ અપાતું નથી, તો પછી આઉટપુટ મળે જ નહિ ને?
આ દંગલમાં બધા જ આમીર ખાન છે, પણ કોઈક જ ધોબીપછાડ મારી પાંચ પોઈન્ટ લઇ શકે છે!!
कर दिखाने का मौका,
जब भी किस्मत देती है
गिन के तैयारी के दिन,
तुझको मोहलत देती है
मांगती है लागत में,
तुझसे हर बूँद पसीना
पर मुनाफा बदले में,
जान बेहद्द लेती हैरे बन्दे की मेहनत को
किस्मत का सादर परनाम है प्यारे
सूरज तेरा चढ़ता ढलता
गर्दिश में करते हैं तारे
दंगल दंगल